ભારતમાં મંકીપૉક્સ અને કોરોના સંક્રમણના ખતરા વચ્ચે ચોમાસાની સિઝનમાં પશુઓમાં ‘લમ્પી’નામનો વાઈરસ કહેર બનીને તૂટી રહ્યો છે. ગુજરાતમાં લમ્પીના કારણે દૂધાળા પશુઓના મોતથી પશુપાલકો પરેશાન થઈ રહ્યાં છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ લમ્પીના કહેરથી પશુઓને બચાવવા માટે વૅક્સિનેશન અભિયાન પર ભાર મૂકી રહ્યું છે. રાજ્યના 17 જિલ્લાઓમાં લમ્પી વાઈરસની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં લમ્પીના કારણે દૂધાળા પશુઓના મોતના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.